Home CV Research Teaching Links Blog

Lesson 2. A Love Scene from Duḥkhi Dādibā.

Though for centuries the genres of epic and romance enjoyed great popularity in the Parsi community, exposure to English literature in the nineteenth century created gave rise to the Parsi novel, a genre which, though now mostly carried out in English, continues to enjoy great popularity today. Early Parsi authors like Jehāngirśāh Ardeśir Tāleyārkhān, B. N. Paṭel, Navrozji Kekhusru Śeṭhnā, Jehāngir Behrāmji Marzbān, and Kāvasji Dorābji Pāṇḍe laid the groundwork of Parsi social novels. The most famous Parsi Gujarati novelist was the reformer Kekhusru Navrozji Kābrāji, whose novels strongly advocated reform of Parsi domestic life, especially with regard to female education. Kābrāji, the founder of the women's magazine Stribodh, was one of the first to bring serialized novels, published in monthly installments to the Gujarati reading public. 

Another of the great Parsi novelists was Dādi Edalji Tārāporvālā (1852-1914). Tārāporvālā was the proprietor of the literary magazine Māsik Majāh (Monthly Merriment). A prolific author of humorous and romantic novels, Tārāporvālā's Duḥkhi Dādibā (Doleful Dadi Darling), Śirinni Kahāṇi athvā Anjirbāgni Katal (Shirin's Story, or Murder in Anjir Baug), and Adhiri Arnavāz (Anxious Arnavaz), etc., remain a monument of middle and upper class Parsi social life at the turn of the century. Tārāporvālā, though not a great poet, composed short lyrics under the pen name Diljān, and often included his poetry in his novels (an example of which occurs in the passage below). Tārāporvālā's prose reflects contemporary trends in Gujarati literature at the turn of the century, with a greater preponderance of Sanskrit-derived vocabulary and relatively standardized spelling, yet his dialogues represent learned Parsi speech at the time, full of idiomatic colloquialisms and liberally sprinkled with English phrases.

પ્રકરણ ૨જું
એક "લવ-સીન"
મહાલક્ષમીનો દરિયો જોશબંધ મોજાઓથી ઉછળી રહ્યો હતો. ફાગણ માસની એક રળિયામણી રાત ચોતરફ પોતાનો રૂપેરી સાજ બિછાવી રહી હતી. ચંદ્રમાં પૂર પ્રકાશમાં આકાશમાં મુસાફરી કરતો હતો. તમામ કુદરત શાન્ત અને ચૂપ હતી, પન રત્નાગરમાં સાગરનાં તોફાંની મોજાઓ વારંવાર ખડકો સાથે અથડાઈ તે "શાન્તીનાં રાજ્ય"માં ખલલ કરતા હતા. કોઈ કોઈ ઝાડ પર છુટ્ટાં-છવાયાં પક્ષીઓ પોતાનાં સુંદર સરોદોથી તે રૂપેરી રજનીની વખાણમાં સૃષ્ટિ કર્ત્તાની સતુતિ ગાતાં હતાં. આસપાસનો મહિમાં મનહરણ અને દેખાવ દિલખુશ લાગતો હતો. પવનની મધૂર લ્હેકી આત્માને આનંદ પમાડતી હતી.

"દસ ને પાંચ! જુલમ કીધો!" તે ઉછળતા દરિયાવને કિનારે પથ્થરનાં એક સુંદર ખડક પર એકલો બેશી રહેલો એક પારસી જવાન પોતાનું ઘડિયાળ જોતાં બરબડયો. "એક કલાક થયો હું અહીં તપના કરૂંછ, પણ મારી તપનાંનો છેડો આવતો નથી. કેવી બેદરકાર છોકરી! 'સાહડા નવથી પોણા દશ સૂધીમાં હું જરૂર આવીશ' એમ વચન આપવા છતાં હજી કેમ નહિં આવી? કાંઈ નહિં ધારેલી અડચણથી તો નીકળી ન હોય? ગમે તેમ હોય, પણ મને કબૂલાત આપ્યા મુજબ મોડી-વહેલી પણ એ આવ્યા વગર રહેવાની નથી. હજી તો દશ ને પાંચ થઈ છે. બીજી પચ્ચીસ મિનિટ થોભીને બરાબર સાહડા દશ સૂધી હું તેણીની રાહ જોઈશ અને જો તેટલાં નહિ આવી પુગશે તો આજે એ નહિ આવે એમ માની ચાલી જઈશ. કેવી ખુશનુમાં રજની છે! દરિયાનાં મોજાઓ એક પછી એક કેવી હરીફાઈ કરી તોફાંન મચાવી રહ્યા છે! દરિયા શિવાય કુદરત કેવી ચુપકીદી પકડી રહી છે! આહા! એવા સુંદર દેખાવનું વર્ણન તો કોઈ કવિજ કરી શકે! 'ચાંદની રાત' વિષે પેલા 'દિલજાન'નું રચેલું એક ગીત મને અહીં યાદ આવે છે, તે જરા ગાઉં કે મનબી વેરાય ને વખત બી નીકળે."

Glossary 1:
  • પ્રકરણ: chapter.
  • લવ-સીન (English): love scene.
  • મહાલક્ષમી: a neighborhood in Central Bombay, situated on the western shore, near the present-day Hāji Ali shrine.
  • દરિયો (Persian دریا): sea, ocean.
  • જોશબંધ: turbulent, strong.
  • મોજ (Persian موج): wave.
  • ઉછળવું: to go up, leap, jump, rise.
  • ફાગણ: the fifth month of the Samvat calendar.
  • રળિયામણું: beautiful, pleasant.
  • રાત: night.
  • ચોતરફ: all around.
  • રૂપેરી: silver, silvery.
  • સાજ (Persian ساج): ebony.
  • બિછાવું: to spread.
  • ચંદ્રમાં: moon.
  • પુર: full.
  • પ્રકાશ: light, lustre, splendor.
  • આકાશ: sky.
  • કુદરત (Persian قدرت): creation.
  • શાન્ત: peaceful.
  • ચૂપ: quiet.
  • રત્નાગર: "the mine of gems," an epithet of the sea.
  • સાગર: sea.
  • તોફાંની (Persian طوفانی): tumultuous, stormy.
  • વારંવાર: from time to time.
  • ખડક: rock, stone.
  • અથડવું: to dash against something, to clash.
  • શાંન્તી: peace.
  • રાજ્ય: kingdom, rule.
  • ખલલ કરવું: to disturb.
  • ઝાદ: tree.
  • છુટ્ટું: little, small.
  • છવાયું (્્participle from છાવું 'to hide'): hidden.
  • પક્ષી: bird.
  • સુંદર: beautiful.
  • સરોદ (Persian سرود): song.
  • રજની: night, evening.
  • વખાંણ: time, occasion.
  • સૃષ્ટિ: creation, the universe, nature.
  • કર્ત્તા: creator.
  • સતુતિ: praise.
  • ગાવું: to sing.
  • આસપાસ: near, surroundings.
  • મહિમા: greatness, majesty.
  • મનહરણ: charming.
  • દેખાવ: sight, appearance.
  • દિલખુશ (Persian دلخوش): pleasing.
  • લાગવું: to touch; to experience, feel; to seem.
  • પવન: wind, breeze.
  • મધૂર: sweet, lovely, gentle.
  • લ્હેકી: intoxication.
  • આત્મા: soul.
  • પમાડવું (causative of પામવું 'to reach'): to convey, send. 
  • જુલમ કરવું (Persian ظلم): to oppress, to torture, to commit an injustice.
  • કિનાર (Persian کنار): shore.
  • પથ્થર: stone; boundary-stone.
  • એકલું: alone.
  • જવાન: youth.
  • ઘડિયાળ: watch.
  • બરબડવું: to pine away.
  • કલાક: hour.
  • તપના કરવું: to wait.
  • છેડો: end.
  • બેદરકાર (Persian بیدرکار): careless.
  • છોકરી: girl.
  • સાહડા નવ: Nine-thirty (9:30).
  • પોણા દશ: Quarter of ten (9:45).
  • જરૂર (Persian ضرور): certainly, definitely.
  • વચન આપવું: to give one's word, to promise.
  • છતાં: (postposition) in spite of, despite.
  • હજી: still, yet.
  • ધારેલું: presumed, supposed.
  • અડચણ: obstacle.
  • નીકળવું: to go out, to leave.
  • કબૂલાત (Persian قبولات): agreement.
  • વગર: (postposition) without, except.
  • થોભવું: to wait.
  • રાહ જોવું: to wait for someone.
  • પૂગવું: to reach.
  • માનવું: to believe, think.
  • ખુશનુમાં (Persian خوشنما): beautiful.
  • હરીફાઈ કરવી (Persian حریفائی): to compete.
  • તોફાન (Persian طوفان): storm.
  • મચાવવું (causative of મચવું): to swell up.
  • ચુપકીદી: silence.
  • પકડવું: to seize, hold.
  • વર્ણન: description.
  • કવિ: poet.
  • ચાંદની રાત: the moonlit night.
  • ગીત: song.
  • મને યાદ છે: I remember.
  • જરા: a little.
  • ગાવું: to sing.
  • વેરાવું: to disperse. મન વેરાવું: to get one's mind off something.
  • વખત નીકળવું: to pass time.
તે ખુબસુરત જવાને ઘડિયાલ ગજવામાં મૂકી સુંદર સરોદે નીચલું ગાયણ ગાયા માંડયું:

(રાહ):    "કહે કહાં પાઉં તારી યારી. પરીન મારી પ્યારી."
            ન્યારી કૃતી તારી ન્યારી, અહૂર તું બલદારી.
            કહે ઓ જગનાં મુરારી! નથી ક્યાં ક્યાં તારી યારી?
            શી રચના છે ખુદરત તારી, આ ચંદાની શી બલિહારી;
            રૂપ્પેરી રજની થઈ સારી, છે દરિયામાં ભરતી ભારી;
            ધોરે રજની મોહક પ્યારી, વાતો કરતાં નરને નારી;
            મધૂર વાયૂ આનંદકારી, શી ખુશ્નૂમાં બાગો બ્હારી!
                                (કોરસ)
            દે યારી યઝદાંન! છે કુલ તારી જહાંન,
            શું પંખી-ઈન્સાન-ને દીધા 'દિલજાન.'
                                    ન્યારી કૃતી તારી ન્યારી.

હજી તો તે જવાન ગાયનની છેલ્લી કળી "શું પંખી ઈનસ્ાન-ને દીધા દિલજાન" આ પુરી કરે છે તેટલાં તેની પીઠ પર એક નાજુક હાથ મુકાયો અને "કેમ દિલજાન, કોણની યાદમાં છે?" એમ સવાલ થયો.

"એ કોણ પરીન? કેટલૂં મોડું, ડીયર?" પેલા જવાને પ્રથમ જરા ચોંકી, પછી હસ્તે ચેહેરે પૂછયું.

"માફ કરજો, દાદીબા, હું જરા લેટ થઈ, પણ શું કરૂં? બાવાજીએ આજે ખાતાં ખાતાં "સ્ત્રી કેળવણી' પર 'લેકચર' લંબાવવાથી મને આવતાં જરા મોડું થયું. તેવણ માયજી સાથે બાગમાં વાતે બેઠાછ, તેટલા આયાને લઈને હું ચંદની ધોરવાને મસે અહીં સટકી આવીછ."

Glossary 2:
  • ખુબસુરત (Persian خوبصورت): handsome, beautiful.
  • ગજવું: pocket.
  • મૂકવું: to place, to put.
  • નીચલું: below.
  • રાહ (Persian راه): "way," often referring to the type of melody to which the song is to be sung. Here, translate as "verse."
  • પાવું / પીવું: to drink.
  • યારી (Persian یاری): friendship, love.
  • પ્યારી: beloved.
  • ન્યારી: strange.
  • કૃતી: doing, actions, behavior.
  • અહૂર: for Ahura Mazdā.
  • બલદારી: strength, support.
  • જગ: world.
  • મુરારી: epithet of Viṣṇu or Kṛṣna (literally, enemy of (the demon) Mura).
  • રચના: arrangement.
  • ખુદરત for કુદરત.
  • બલિહારી: peculiar quality, beauty.
  • ચંદા: moonlight.
  • સારું: good.
  • ભરતી: increase; tide.
  • ભારી: heavy.
  • ધોરો: bench, raised concrete seat.
  • મોહક: fascinating, alluring.
  • નર: man.
  • નારી: woman.
  • વાયૂ: wind.
  • આનંદકારી: joy-giving.
  • બાગો બ્હારી (Persian باغ و بهاری): like a garden in Spring (literally, garden and springfulness).
  • કોરસ (English): chorus.
  • યઝદાંન (Persian یزدان): God.
  • કુલ (Persian کل): all, entire.
  • જહાંન (Persian جهان): world.
  • પંખી: bird.
  • ઈન્સાન (Persian انسان): man.
  • દિલજાન (Persian دلجان): heart and soul (the pen-name of Dadi Tārāporvālā).
  • છેલ્લું: last
  • કળી: a line of poetry.
  • પુરી કરવું: to finish.
  • પીઠ: back.
  • નાજુક: slender.
  • હાથ: hand.
  • ચોંકવું: to be taken aback, surprised.
  • હસતું: laughing.
  • ચેહેરે (Persian چهره): face
  • -બા: a term of endearment, dear.
  • બાવાજી: father.
  • સ્ત્રી: woman.
  • કેળવણી: education.
  • લેક્ચર (English): lecture.
  • લંબાવવું: to be elongated, protracted.
  • માયજી: mother.
  • આયા: nurse, ayah.
  • ધોરવું: to hasten, run.
  • મસ: an excuse.
  • સટકવું: to escape, slip away.
"મેં પ્રથમથીજ ધાર્યું હતું કે કંઈ પણ કારણ વગર તું મોડી આવે નહિ. પરીન, હું તારો ખુલાશો માનુંછ, પણ તારી આયા ક્યાં છે?"

"મેં તેને દૂરથી ઉભી રાખીછ. જુઓ પેલી રહી!"

"વાસ્તો મરઘો તો નથીની?" તે જવાને તે સુંદર કુમારિકાનો હાથ પ્યારથી પકડી પૂછયું.

"નહિં, નહિં, દાદીબા, એ મારી વિશ્વાષુ આયા છે. મેં એને આગમચથી કહી રાખેલું છે કે હું અહી કોણને મળવા આવીછ તેની જાણ શેઠને કે બાઈને થવા પામે નહિં."

"ઠિક છે, પરીન ડીયર, નહિં તો તારો ઢાંખરો મને તારે ત્યાં આવતો-જતો એકદમ બંધ કરે જો! તપાશજે. કાચ્ચું નહિં કપાય. વારૂં, હવે મને પૂછવાની રજા છે કે મારા પેલા સવાલ વિષે તેં કાંઈ વિચાર કીધો?"

"હા, દાદીબા, મેં પુરતો વિચાર કીધો છે."

"અને તે શું?"

"તે કહેવાની કાંઈજ અગત્ય નથી. મારી અહીંની હાજરી પોતેજ તે પુરવાર કરી આપે છે કે જો હું તમોને ચાહતે નહિં તો આ જગ્યા પર મળવા આવતે નહીં."

"પરીન! પરીન! વ્હાલી પરીન!" તે જવાનિયો તે ખુબસુરત કુમારિકાના હાથ પર જોશથી એક ચુંબન લઈ ખુશાલ ચેહરે બોલ્યો, "આજના દિવસને હું મારી જીંદગીનાં સૌથી ઉત્તમમાં ઉત્તમ દહાડા તરીકે લેખીશ. મારી દિવશોની મોહબતને એવું માયાળું-સ્વિકારણું મળ્યાથી હું પોતાને ખરેજ ભાગ્યશાળી ગણું છું."

"ને તેમજ, વ્હાલા દાદીબા, હું પોતે પણ ઓછી હરખાતી નથી. તું જેવા એક દિલોજાન દિલજાનની સાચ્ચી માયા-મોહબત મળ્યાથી હું બી પોતાંને નસીબવાન ગણું છું."

"એ બધું ખરૂં, પણ પરીન ડીયર, મારી અને તારી વચ્ચેનો આ પાક પ્યાર તારા બાવા કબૂલ રાખશે કે?" લગાર દલગીર ચેહરે પેલા જવાને સવાલ કીધો અને પરીનનાં ચેહેરા પર એ સવાલથી કાંઈ ફેરફાર થાય છે કે નહિં તે પારખી લેવાંને પોતાની ઈન્તેજાર આંખોથી ટીકી ટીકીને જોવા લાગ્યો. "મારી અને તારી વચ્ચેનું આ વ્હાલ ભર્યું જોડાણ તારા બાવાને ગમશે કે?"

"એજ એક સવાલ છે, દાદીબા, અને તેજ સવાલ મારી તમામ ઉમેદોને તોડી નાંખેછ." ખુબસુરત પરીનની આંખ્યોમાં આટલું બોલતાં તો આંજુ આવી ગયાં, જે ચંદ્રના તેજસ્વિ પ્રકાશમાં છુપાં રહી શક્યાં નહિ.

"તે દુઃખી શું કામ થાએછ, ડીયર." પેલા જવાને તે સુંદર કુમારિકાને દિલાશો દીધો. "તને એમ દલગીર થતી જોઈ મારૂં જીગર વીંધાઈ જાય છે. જે દિવસથી મેં તને પેહેલ વહેલી જોઈ તેજ દિવસથી તેં મારું દિલ જીતી લીધું છે. ઘણા મહિના સુધી મેં મારી લાગણી છુપાવી રાખી હતી, પણ જ્યારે મને એમ લાગ્યું કે તું પણ મને કાંઈક ચાહે છે ત્યારે મેં મારો પ્યાર જાહેર કીધો. ખુદાનું હું હેશાન માનું છું કે તે મારો પ્યાર કબૂલ કીધો છે, પણ તે પ્યારને સરનજામ ઉતારતાં આપણને એક મોટો પ્હાડ વીટાડવાનો છે. પરીન, વ્હાલી પરીન, શું તું ખાત્રીથી માને છે કે મારી અને તારી વચ્ચેની મોહબત વિષે તારા પિતાને ખબર પડે તો તેનું પરિણામ આપણી બન્નેની જુદાઈમાંજ આવે?"

Glossary 3:
  • પ્રથમ: first, beginning.
  • ખુલાસો (Persian خلاصه): story, summary.
  • ઉભી રાખવું: to leave waiting.
  • મરઘો (Persian مرغ): a blabbermouth (lit., a rooster)
  • કુમારિકા: girl.
  • વિશ્વાષુ: trustworthy, reliable.
  • આગમચ: from the beginning, beforehand.
  • જાણ: knowledge, information.
  • બાઈ: ma'am (here referring to Perin's mother).
  • ઠિક: OK, all right.
  • ઢાંખરો: protection.
  • તપાસવું: to look, examine, scrutinize.
  • કાચ્ચું કાપવું: to deal with something prematurely, to act hastily (literally to cut something while unripe).
  • વારૂં: well, all right, yes (interjection)
  • રજા: permission, leave, consent.
  • વિચાર કરવું: to think (+ વિષે about).
  • પુરતું: enough, as much as is required, fully.
  • અગત્ય: necessity, need. 
  • હાજરી (Persian حاضری): presence.
  • પુરવાર કરવું: to prove something.
  • ચાહવું: to want, desire.
  • વ્હાલું: dear.
  • જવાનિયો: boy, young man.
  • ચુંબન: kiss.
  • ખુશાલ (Persian خوشحال): happy
  • ઉત્તમ: best.
  • મોહબ્બત (Persian محبت): love.
  • માયાળુ: kind, compassionate, loving.
  • સ્વીકારણું: acceptance.
  • ખરૂં: true. ખરે: truly.
  • ભાગ્યશાળી: fortunate.
  • ગણવું: to count, consider.
  • ઓછું: less.
  • હરખાતું: happy.
  • સાચ્ચું: true.
  • માયા: affection, attachment, kindness.
  • નસીબવાન (Persian نصیب): fortunate.
  • ડીયર (English): dear.
  • વચ્ચે: (postposition) between.
  • કબૂલ રાખવું: to accept.
  • લગાર: a little, for a short time.
  • દલગીર (Persian دلگیر): sad.
  • ફેરફાર: difference.
  • પારખી લેવું: to be tested, examined, recognized.
  • ઈન્તેજાર (Persian انتظار): waiting.
  • આંખ: eye.
  • ટીકવું: to gaze, stare.
  • ઉમેદ: hope.
  • તોડવું: to break, incapacitate. 
  • આખિયો: gaze.
  • આંજુ: brightness, shine.
  • તેજસ્વિ: luminous, bright.
  • દુઃખી: sadness.
  • શું કામ થાએછ: What's the use?
  • દિલાશો (Persian دلاسا): comfort.
  • જીગર (Persian جگر): heart (literally, liver).
  • વીંધાવું (causative of વીંધવું): to pierce.
  • પેહેલવહેલી: for the first time.
  • જીતવું: to conquer, win.
  • લાગણી: feeling.
  • જાહેર કરવું (Persian ظاهر کردن): to make known.
  • હેશાન (Persian احسان): beneficence, kindness.
  • સરનજામ (Persian سرانجام): fate, end.
  • ઉતારવું: to bring down, set down, carry over, cross.
  • પ્હાડ: mountain.
  • વીટાડવું: to climb.
  • ખબર પડવું: to find out.
  • પરિણામ: end, fruit, consequence.
  • જુદાઈ (Persian جدائی): separation

પરીનથી અહીં રડાઈ ગયું.

"ધીરજ ધર વ્હાલ, એમ છેક નાદાંન નાં થા." પરીનનાં ગોલાબી ગાલ પર પ્યારથી પસવાળી દાદીબાએ ધીરજ આપતાં કહ્યું: "આપણે માથે આપણો ખુદા છે. દુનિયાં તજશે, પણ દાતા તજવાનો નથી. શું તારા પિતા તે લીધેલાં આ પગલાંને પસંદ નહિંજ કરશે?"

"નહિં! દાદીબા, નહિં! મારા મગરૂર બાપની મગરૂબીનો પારજ નથી." પરીને ખુલાશો કીધો. "મારૂં આ પગલું મારા બાવાને કદી પસંદ આવવાનું નથી. જો કે તે તો મને પ્યારથી જીતી લીધીછ, પણ હું નહિં જાણતી કે એ પ્યારનો અંતે કયો છેડો આવશે."

દાદીબાએ નિરાશ થઈને કપાલ પર હાથ ઠોકયો.

"તું એમ નાઉમેદ નાં થઈ જા, દાદી જાન!" પરીને તેને ઉચાટ પડેલો જોઈ ધીરજ આપી. "મારો ખરો ખુલાશો જાણ્યા પછીથી તારો ચેહેરો ફિક્કો પડેલો લાગેછ, પણ ધીરજ રાખજે. મેં એકવાર તુંને મારા હૈયામાં સમાવ્યોછ, તો તે હૈયું કદી બીજા કોઈને જગ્યા આપશે નહિ."

"તે હું કેમ માનું, પરીન?"

"વચનથી."

"વચન?"

"હા. વચનનાં વિશ્વાષ પર દુનિયાં ચાલે છે. લે મારો કોલ. ખુદાના ઘેર સુધી પાક મોહબતનાં પાક વચનથી આજથી હું તારી જોડે બંધાંઉંછું અને સદા તારીજ રહીશ." એમ બોલી પરીને દાદીબાને વચન આપ્યુ.

"પણ એ વચન અદા કરતાં તું તારા પિતાની ખફગીમાં આવી પડશે તેનું કેમ, પરીન ડીયર?" દાદીબાએ એક અણગમતી યાદ આપીને તેનો ખોલાશો ચાહ્યો.

"તને આપેલાં આ વચનને ખાતર મારી ઉપર ગમે એવો ગજબ તુંટી પડશે તે હું સબૂરીથી સહન કરીશ, મારા દાદીબા." પરીને પોતાની લગણી દેખાડી. "મારા પિતાની ખફગીને તારી મોહબતનાં મંદીર આગળ હું કશી ગણત્રીમાં લેવાની નથી. તારા પ્યારને સારૂ બાવા મને કદાચ શેહેર-ઘેરથી દૂરબી કરે, તો તે સઘળું ખમવાને - તું જેવા એક દિલપસંદ ભવિષનાં ભરથારને માટે ખમવાને - હું સદા તૈયાર રહીશ. મારૂં હવે ગમે તે થાય તેની મને દરકાર નથી. મને દરકાર માત્ર મારા વ્હાલાની છે અને તે વ્હાલો બીજો કોઈજ નહિં પણ તું, તું અને તું દિલોજાન દિલજાન દાદીબા છે!" એમ બોલી પરીને પ્રેમાવશ થઈ દાદીબાનાં કપાલ પર જોશથી એક ચુંમી લીધી.

પોતાની પ્રીયાનાં આ લાગણી ઉશ્કેરનારાં સંભાષણ અને આચરણથી દાદીબા ખુશ ખુશ થઈ ગયો. એક સાંચ્ચો આશક હમેશાં એવીજ રીતે ખુશી થાય છે. તેણે, પરીનને તે કેટલાં અનંત હેતથી ચાહે છે તેનાં વળતાં હેશાનમાં, તેણીનાં ગોલાબી રોખશારાઓ ચુંમીથી ભરી નાખ્યા અને એ રીતે એક 'લવ-સીન' અહીં પુરો થયો.

Glossary 4:
  • રડવું: to cry, weep.
  • ધીર: patience.
  • ધરવું: to have, hold, take.
  • છેક: utterly, completely.
  • નાદાંન (Persian نادان): foolish.
  • ગોલાબી (Persian گلابی): rosy, pink.
  • ગાલ: cheek.
  • પસવાળવું: to caress.
  • માથે: (postposition) on, upon, above.
  • તજવું: to leave, forsake, abandon.
  • દાતા: God, the Generous.
  • પગલું: step, pace.
  • પસંદ કરવું (Persian پسند کردن): to approve.
  • મગરૂર (Persian مغرور): proud, haughty.
  • મગરૂબી: pride.
  • પાર: end, limit.
  • કદી: never.
  • અંતે: in the end.
  • નિરાશ: despondent.
  • કપાલ: head.
  • ઠોકવું: to beat.
  • નાઉમેદ (Persian ناومید): hopeless.
  • જાંન (Persian جان): soul, a term of endearment.
  • ઉચાટ: anxiety.
  • ફિક્કું: pale.
  • હૈયું: heart.
  • સમાવવું: to include, make room for.
  • વચન: a saying; word; a promise.
  • વિશ્વાષ: faith, belief, trust.
  • કોલ (Persian قول): word.
  • જોડું: pair, match, couple. જોડે: (postposition) together.
  • બંધાવું (causative of બાંધવું): to make bind, tie, undertake.
  • સદા: always.
  • અદા કરવું: to fulfill.
  • ખફગી: displeasure, anger.
  • અણગમતી: undesired.
  • ગજબ (Persian غضب): anger, wrath.
  • તુંટવું: to be broken.
  • સબૂરી (Persian صبوری): patience.
  • સહન કરવું: to bear, suffer.
  • દેખાડવું (causative of દેખવું 'to see, behold'): to show.
  • મંદિર: temple.
  • કશું: what (interrogative); any, some, something (indefinite).
  • ગણત્રીમાં લેવું: to take into account.
  • દૂર કરવું (Persian دور کردن): to expel, exile.
  • ખમવું: to suffer, endure.
  • ભવિષ: future.
  • ભરથાર: husband.
  • દરકાર (Persian درکار): need.
  • માત્ર: only, alone.
  • પ્રેમાવશ: affectionate.
  • ચુંમી: kiss.
  • પ્રીયા: beloved.
  • ઉશ્કેરવું: to incite.
  • સંભાષણ: conversation.
  • આચરણ: conduct, behavior, character.
  • આશક (Persian عاشق): lover.
  • અનંત: endless.
  • હેત: love, affection.
  • વળવું: to return.
  • રોખશાર (Persian رخسار): cheek.
  • ભરવું: to fill.
Made it through? Check your translation here.